Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે મુંબઇને 29 હજાર 400 કરોડ રૂપિયાની પરિયોજનાઓની આપશે ભેટ

Live TV

X
  • PM મોદી આજે મુંબઇને 29 હજાર 400 કરોડ રૂપિયાની પરિયોજનાઓની આપશે ભેટ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની એક દિવસીય મુલાકાતે મુંબઈ પહોચશે. તેઓ રાષ્ટ્રને રેલવે તથા બંદરો સાથે જોડાયેલી રૂ 29, 400 કરોડની અલગ અલગ પરિયોજનાઓની ભેટ આપશે. પ્રધાનમંત્રી મોદી થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ ટનલને કારણે મુસાફરીનો સમય 1 કલાક જેટલો ઘટશે. પ્રધાનમંત્રી મોદી વિસ્તરણ કરાયેલા લોકમાન્ય તિલક ટર્મિનસ તેમજ છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10 અને 11ને દેશને અર્પણ કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી INS ટાવર્સના ઉદ્ઘાટન અંતર્ગત ભારતીય સમાચાર સેવા (INS) સચિવાલયની પણ મુલાકાત લેશે. 

    પ્રધાનમંત્રી મોદી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (GMLR) પ્રોજેક્ટ હેઠળ ટનલ નિર્માણ કાર્યનો શિલાન્યાસ કરશે. તેની કિંમત 6300 કરોડ રૂપિયાથી વધુ છે. GMLR ગોરેગાંવ ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી મુલુંડ ખાતે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી રોડ કનેક્ટિવિટીની કલ્પના કરે છે. જીએમએલઆરની કુલ લંબાઈ આશરે 6.65 કિલોમીટર છે અને તે નવી મુંબઈ ખાતે નવા પ્રસ્તાવિત એરપોર્ટ અને પુણે મુંબઈ એક્સપ્રેસ વેની સાથે પશ્ચિમી ઉપનગરોને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply