80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં ભારતીય બંધારણ અંગેનું પ્રદર્શન બન્યું આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
કેવડિયા ખાતે 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં ભારતીય બંધારણ અંગેનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તારીખ 25-26 નવેમ્બર, 2020 દરમિયાન આયોજિત 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ભાગરૂપે, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલાયના બ્યૂરો ઓફ આઉટરીચ કમ્યુનિકેશન દ્વારા સંસદીય સંગ્રહાલય અને પૂરાતત્વના સહયોગથી પરિષદના સ્થળ પર વિશેષ પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજ રોજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યું હતું.
કેવડિયા ખાતે 25-26 નવેમ્બર, 2020 દરમિયાન આયોજિત 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ભાગરૂપે, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલાયના બ્યૂરો ઓફ આઉટરીચ કમ્યુનિકેશન દ્વારા સંસદીય સંગ્રહાલય અને પૂરાતત્વના સહયોગથી પરિષદના સ્થળ પર વિશેષ પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજ રોજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યું હતું.
પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યા બાદ અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે આવા અદભૂત અને માહિતીપ્રદ પ્રદર્શનની મુલાકાત આજની યુવા પેઢીએ તેમજ દેશના દરેક નાગરિકે લેવી જોઈએ. આ પ્રદર્શનમાં ભારતમાં લોકશાહી મૂલ્યોનું સદીઓથી કેવી રીતે જતન કરવામાં આવ્યું છે તેની પ્રસ્તુતિ કરાઈ છે. દેશમાં ઋગવેદકાળથી કેવી રીતે જનપદ, મહાજનપદ, ગણ અને મહાગણ જેવા વિવિધ શાસન સ્વરૂપ થકી કેવી રીતે શાસનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવતી હતી, તે અંગેની રસપ્રદ વિગતો પણ પ્રદર્શિત કરવામાં આવી છે. જે આજની યુવા પેઢીને જાણવા માટે તાતી જરૂર છે.
પ્રદર્શનની સંપૂર્ણ વિગત માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી) - વેસ્ટર્ન રિઝનના ડાયરેક્ટર જનરલ મનીષ દેસાઈ તથા ગુજરાત રિઝનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયાએ આપી હતી.
આ પ્રદર્શન 1600 ચોરસ ફૂટમાં ફેલાયેલું મલ્ટી મીડિયા પ્રદર્શન છે, સ્લાઈડ શો તેમ જ પોસ્ટર્સ, બેનર્સ દ્વારા ભારતીય બંધારણના વિવિધ પાસાઓની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શનમાં લગભગ દોઢસોથી વધુ સ્લાઈડ દ્વારા ભારતીય બંધારણના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા છે.
બંધારણ સભાના પ્રારુપ સમિતિના અધ્યક્ષ ડૉ.બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજ્યંતિએ એટલે કે 26 નવેમ્બર, 2015થી દેશમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે, તેને અનુલક્ષીને આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
