234 કરોડ રૂપિયાના ફૂડ પ્રોસેસીંગ પ્રોજેક્ટ્સની 7 દરખાસ્તોને સરકારે મંજૂરી આપી
Live TV
-
સરકારે 234 કરોડ રૂપિયાથી વધુના ફૂડ પ્રોસેસીંગ પ્રોજેક્ટ્સની સાત દરખાસ્તોને મંજૂરી આપી છે. જેમાં મેઘાલય, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 60.86 કરોડ રૂપિયાના અનુદાનનો પણ સમાવેશ થાય છે.
ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગમંત્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં ગઈકાલે આંતર-મંત્રી મંજૂરી સમિતિની બેઠક મળી હતી. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાના એગ્રો-પ્રોસેસીંગ ક્લસ્ટર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જન યોજના માટેની યોજના હેઠળ પ્રાપ્ત દરખાસ્તો ધ્યાનમાં લેવામાં આવી હતી. ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ્સ દ્વારા 173.81 કરોડ રૂપિયાના ખાનગી રોકાણનો લાભ મળશે અને તે એવી પણ અપેક્ષા રાખે છે કે આનાથી 7750 જેટલા વ્યક્તિઓ માટે રોજગાર ઉભો થશે.
દેશમાં એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટરોની સ્થાપના માટે પ્રોત્સાહિત કરવા પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના અંતર્ગત એગ્રો-પ્રોસેસીંગ ક્લસ્ટર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજનાને વર્ષ 2017 માં મંજૂરી આપવામાં આવી હતી.
આ યોજના ક્લસ્ટર અભિગમના આધારે ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે આધુનિક માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવાનો છે. આ યોજનાનો હેતુ આધુનિક માળખાકીય સુવિધાઓને વધારવાનો અને ક્લસ્ટર અભિગમના આધારે ફૂડ પ્રોસેસિંગ એકમો સ્થાપવા માટે એન્ટરપ્રિનિયોરોને પ્રોત્સાહિત કરવાનો છે.
