Skip to main content
Settings Settings for Dark

ભારતમાં પરીક્ષણોની સંખ્યામાં પ્રચંડ વધારો: કુલ પરીક્ષણોની સંખ્યા 13.5 કરોડની નજીક પહોંચી

Live TV

X
  • ભારતમાં જાન્યુઆરી 2020થી કોવિડ-19ના પરીક્ષણો માટેના માળખામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી પરીક્ષણોની સંખ્યામાં પણ પ્રચંડ વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,59,032 પરીક્ષણો સાથે દેશમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 13.5 કરોડની નજીક પહોંચી ગઈ છે.

    એકધારા વ્યાપક ધોરણે અને ઘણી મોટી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટીવિટી દરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે. રાષ્ટ્રીયસ્તરે એકંદર પોઝિટીવિટી દરમાં પ્રગતિપૂર્વક ઘટાડો એવું દર્શાવે છે કે સંક્રમણની અસરકારકતાના દરને નિયંત્રણમાં લેવામાં આવ્યો છે.એકંદરે પોઝિટીવટીદરમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાથી આજે 6.84%ના નીચલા સ્તરે નોંધાયો છે.એકંદરે પોઝિટીવિટી દરમાં ઘટાડાનું વલણ દેશમાં પરીક્ષણોની સુવિધામાં વ્યાપક વધારો થઇ રહ્યો હોવાનો પુરાવો છે. આજે દૈનિક ધોરણે પોઝિટીવિટી દર 3.83% નોંધાયો હતો.   
    એકધારા અને પ્રગતિપૂર્ણ પરીક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઇ રહેલા વિસ્તરણે પરીક્ષણોની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. દેશમાં કુલ 2,138 પરીક્ષણ લેબોરેટરીઓ ઉપલબ્ધ છે જેમાંથી 1167 સરકારી લેબોરેટરી અને 971 ખાનગી લેબોરેટરીમાં કોવિડનું પરીક્ષણ થઇ રહ્યું હોવાથી દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આના પરિણામે, ભારતમાં દૈનિક ધોરણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા WHOના ધોરણો અનુસાર કરવામાં આવેલી ભલામણ કરતાં પાંચ ગણી વધારે છે. ભારતમાં કુલ નોંધાયેલા કેસમાંથી હાલમાં સક્રિય કેસનું ભારણ (4,44,746) ઘટીને 4.82% થઇ ગયું છે જે 5%ના મહત્વપૂર્ણ આંકથી નીચલા સ્તરે સતત જળવાઇ રહ્યું છે. સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને 93%થી ઉપલા સ્તરે જળવાઇને હાલમાં 93.27% નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 37,816 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 86,42,771 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને હાલમાં આ આંકડો 81,98,025 નોંધાયો છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી 77.53% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં સૌથી વધુ 5,149 દર્દીઓ એક દિવસમાં કોવિડમાંથી સાજા થયા છે. ત્યારબાદ દિલ્હીમાં એક દિવસમાં 4,943 જ્યારે મહારાષ્ટ્રમાં 4,086 નવા દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થયા હોવાનું નોંધાયું છે.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply