ચક્રવાત નિવાર આજે મોડી રાત સુધી તમિલનાડુ અને પાંડુચેરીના તટીય વિસ્તારો પર ત્રાટકી શકે છે: હવામાન વિભાગ
Live TV
-
ચક્રવાત નિવાર આજે ભયાનક વધારે ભયાનક સ્વરૂપ લઇ રહ્યું છે ત્યારે નિવાર આજ મોડી રાત કે વહેલી સવારે તમિલનાડુ અને પાંડુચેરીના તટીય વિસ્તારો પર ત્રાટકી શકે છે. નિવાર ચક્રવાતને ચાલતા આજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં અતિ પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે આજે ચક્રવાત નિવારને લઈને કહ્યુ કે નિવાર આજે ભયાનક સ્વરુપ લઈ રહ્યું છે, આજ મોડી રાત કે વહેલી સવારે તમિલનાડુ અને પાંડુચેરીના તટીય વિસ્તારો પર ત્રાટકી શકે છે. જ્યા ૧૨૦ કિલોમિટર પ્રતિ કલાકથી લઈને ૧૩૦ કિલોમિટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપે પવન ફુંકાઈ શકે છે. તમિલનાડુ અને પાંડુચેરીના તટીય વિસ્તારોમા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફએ સંભવિત વિસ્તારો પર 30 ટીમો બચાવ કામગીરી માટે ઉતારી દિધી છે, તેમજ વધુ ટીમોને હાઈ એલર્ટ પર રખાઈ છે. સાથે જ ઇન્ડિયન આર્મીની પણ 14 રેસ્ક્યુ ટીમને તમિલનાડુ રવાના કરવામાં આવી છે. ચક્રવાત નિવારને લઇને પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી પલાયન સ્વામી તેમજ પાંડુચેરીના મુખ્યમંત્રી વિનારાયણ સ્વામી સાથે ચક્રવાતને લઈને વાતચીત કરી છે અને ભરોસો આપ્યો છે કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયમા રાજ્યોને હર સંભવિત મદદ પુરી પાડશે. હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરસના માધ્યમથી માહીતી આપીને 25 થી 26 નવેમ્બરે તટીય વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કેટલાક તટીય વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સમુદ્રમાં 14 મીટર જેટલા ઊંચા મોજા ઉછળશે તેવી સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. મહત્વનુ છે કે બંગાળની ખાડીમાંથી ઉદભવેલુ હવાનુ દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થયુ છે.
