આર્મી ચીફ એમ. એમ. નરવણેએ નાગાલેન્ડની મુલાકાત લઇ ઉત્તર પૂર્વી ક્ષેત્રની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી
Live TV
-
હાલમાં જ આર્મી સ્ટાફ ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ નાગાલેન્ડની મુલાકાત લીધી હતી. તેઓ ઉત્તર પૂર્વી ક્ષેત્રની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે હતા.
પીઆરઓ સંરક્ષણ કોહિમા દ્વારા જારી કરાયેલ અખબારી યાદીમાં જણાવાયું છે કે જનરલ નરવણે સોમવારે દિમાપુર પહોંચ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ, જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, ઇસ્ટર્ન કમાન્ડ અને લેફ્ટનન્ટ જનરલ આર.પી. કાલિતા જી.ઓ.સી. સ્પિયર કોર્પ્સ દ્વારા ઉત્તરીય સરહદો પર ઓપરેશનલ સજ્જતા તેમજ આસામ, નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં ઓપરેશન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમને ચાલુ નાગા પીસ મંત્રણાની પ્રગતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
ગઈકાલે એટલે કે મુલાકાતના બીજા દિવસે જનરલ નરવણે નાગાલેન્ડ અને મણિપુરમાં વિવિધ આર્મી હેડક્વાર્ટર અને આસામ રાઇફલ્સ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી, જેથી ત્યાંની પરિસ્થિતિની પ્રથમ આકારણી કરી શકાય. દુર્ગમ વિસ્તારોમાં તૈનાત સૈનિકો સાથે પણ તેમણે વિસ્તૃત વાતચીત કરી.
બાદમાં સાંજે, જનરલ નરવણે નાગાલેન્ડના રાજ્યપાલ આર એન રવિ અને રાજ્યના મુખ્યમંત્રી નીપિયુ રિયો સાથે રાજ્ય, રાજ્યની હાલની સુરક્ષા પરિસ્થિતિ અને ભારત-મ્યાનમાર સરહદ પરની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.
દિલ્હી પરત ફરતા પહેલા રમી સ્ટાફ ચીફ નરવણેએ આજે કોહિમા અનાથઆશ્રમ ખાતે નવી રહેણાંક સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું, જે આસામ રાઇફલ્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ ભારતીય સૈન્યના વિકાસ અને સમાજના તમામ વર્ગને સમાન તકો તરફના પ્રયત્નોનો એક ભાગ છે.
