કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું નિધન
Live TV
-
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું દિલ્હીના ગુરૂગ્રામમાં મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી કોરોના ગ્રસ્ત હતા. તેમના પુત્રે ટ્વિટના માધ્યમ દ્વારા અહેમદ પટેલના નિધનની જાણકારી આપી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર 71 વર્ષિય અહેમદ પટેલનું શરીરના તમામ અંગો નિષ્ફળ જવાને કારણે નિધન થયું હતું.તેમના નિધન અંગે રાષ્ટર્પતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યુ હતું. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓએ અહેમદ પટેલને શ્રધ્ધાંજલી અર્પી હતી. તેમના પુત્રના જણાવ્યા અનુસાર તેમની દફનવિધિ તેમના વતન ભરૂચ જીલ્લાના પીરામણ ગામે થશે. તેમના માતાપિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવશે.
