AAPના 20 ધારાસભ્યોને અયોગ્ય ગણાવતો નિર્ણય રદ્દ કરતી હાઇકોર્ટ
Live TV
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી સત્યનો વિજય થયો છે, તેમ જણાવ્યું છે. વધુમાં તેમણે દિલ્હી હાઇકોર્ટે દિલ્હીવાસીઓને ન્યાય આપ્યો છે એમ જવાણી દિલ્હીવાસીઓને શુભકામના પાઠવી હતી.
હાઇકોર્ટે ઓફિસ ઓફ પ્રોફિટ મામલે ઇસીની આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને અયોગ્ય ગણાવતો નિર્ણય રદ કર્યો છે. હાઇકોર્ટે ઇલેક્શન કમિશનને કહ્યું છે કે, આ મામલે બીજી વખત સુનાવણી ન થવી જોઇએ. આમ દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને યોગ્ય ગણાવ્યા છે.
નોંધનીય છે કે, જાન્યુઆરીમાં ઓફિસ ઓફ પ્રોફિટ એટલે કે લાભનું પદ રાખવા માટે ઇલેક્શન કમિશને ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી હતી. જેને મંજુર કરી લેવામાં આવી હતી. 8 ધારાસભ્યોએ આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે સુનાવણી જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટીસ ચંદ્ર શેખરની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.