રાજ્યસભા ચૂંટણી - ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટી જીત મળી
Live TV
-
કુલ 10 સીટ પૈકી ભાજપના તમામ નવ ઉમેદવારો ચૂંટણી જીત્યા
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે. પક્ષના તમામ નવ ઉમેદવાર ચૂંટણી જીતી ગયા છે. આ ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધન નિષ્ફળ રહ્યું છે. રાજ્યમાં રાજ્યસભાની કુલ 10 બેઠક માટે શુક્રવારે મતદાન થયું હતું. મોડી રાત્રે આવેલ પરિણામ અનુસાર ભાજપને નવ બેઠક ઉપર જીત મળી છે. સમાજવાદી પાર્ટીને એક બેઠક ઉપર જીત મળી છે. ભાજપના આઠ ઉમેદવારે સરળતાથી જીત મેળવી તેમાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી, અશોક બાજપેઈ, કાંતા કરદમ, હરનાતસિંહ યાદવ, અનિલ જૈન, સકલદીપ રાજભર, વિજયપાલસિંહ તોમર, જી.વી.નરસિંહમા રાવનો સમાવેશ થાય છે. નવમાં અપક્ષ ઉમેદવાર અનિલ અગ્રવાલ ભાજપના સમર્થનથી ચૂંટણી મેદાનમાં હતા. તેમણે જીત મેળવી છે. બીજીબાજુ સમાજવાદી પાર્ટીના જયા બચ્ચને જીત મેળવી છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પક્ષની મોટી જીત બતાવી છે. વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની 58 બેઠકોમાંથી ભાજપને 28, કોંગ્રેસ - 10, ટીએમસી-ચાર ટીઆરએસ-ત્રણ, બીજેડી, આરજેડી અને જેડીયુને બે બે સીટ મળી છે. જ્યારે સપા - વાયએસઆર કોંગ્રેસ, શિવસેના, એનસીપી અને એલ.ડી.એફ.ના ખાતામાં એક એક બેઠક મળી છે. છત્તીસગઢમાં ભાજપાની સરોજ પાંડેને જીત મળી છે. તેની સ્પર્ધા કોંગ્રેસના લેખરામ શાહુ સામે હતી. ઝારખંડમાં રાજ્યસભા ચૂંટણી બાદ મહાગઠબંધનનો પ્રયોગ સફળ થયો છે. રાજ્યની બે બેઠકમાંથી એક ઉપર બીજેપીમાં સમીર રાવ તો બીજી બેઠક ઉપર કોંગ્રેસના ધીરજ શાહુ જીત્યા હતા