ભાજપ સંસદીય દળની બેઠક-સોશિયલ મિડિયા અને બુથ મેનેજમેન્ટ પર ચર્ચા
Live TV
-
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના જનતા સુધી સીધી પહોંચાડવાના નિર્દેશ
શુક્રવારે મોડીસાંજ સુધી ચાલેલી ભાજપ સંસદીય દળની બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું અને સાંસદોને સોશિયલ મીડિયામાં સક્રિય રહેવા સલાહ આપી હતી. આ બેઠકમાં બુથ મેનેજમેન્ટ ઉપર ચર્ચા થઈ હતી. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના જનતા સુધી સીધી પહોંચાડવાના નિર્દેશ અપાયા હતા. આ બેઠકમાં સંસદગૃહમાં ચાલી રહેલા ગતિરોધ ઉપર પણ ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને વિપક્ષના ખોટા આચરણને જનતા સુધી પહોંચાડવા અને જુઠના પર્દાફાશ કરવાની અપીલ કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ સાંસદોને સંસદીયક્ષેત્રમાં પ્રવાસ કરવાની સલાહ આપી હતી. પાર્ટીએ 14 એપ્રિલ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતીને સામાજિક ન્યાય દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. 18 એપ્રિલે સ્વચ્છ ભારત દિવસ રૂપમાં, 20 એપ્રિલ ઉજ્જ્વલા દિવસના રૂપમાં ઉજવાશે. જ્યારે 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ, 30 એપ્રિલે સ્વસ્થ્ય ભારત દિવસ, 2 મેના રોજ કિસાન કલ્યાણ દિવસ, પાંચ મેના રોજ આજીવિકા કૌશલ વિકાસ દિવસના રૂપમાં દેશભરમાં મનાવવાનો નિર્ણય કરાયો છે