BSNL અને પતંજલીએ કર્યો નવો મોબાઇલ પ્લાન લોન્ચ
Live TV
-
ગ્રાહક માત્ર રૂપિયા 114 નું રીચાર્જ કરીને ભારતભરમાં કોઈ પણ નેટવર્ક પર અમર્યાદિક રોમિંગ સાથે 30 દિવસ સુધી ફોન કરી શકે છે.
મોબાઈલ ક્રાંતિના સ્પર્ધાત્મક યુગમાં ભારત સંચાર નિગમ લીમીટેડ પણ વિવિધ ટેરિફ પ્લાન ઓફર કરીને ગ્રાહકોને રીઝવવા પ્રયાસશીલ છે. ગુજરાત સર્કલ બી.એસ.એન.એલ.ના મુખ્ય પ્રબંધક પ્રદીપ હોતાએ એક વધુ પ્લાનની ઓફર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બીએસએનએલ એ પતંજલિના સહયોગથી નવો મોબાઈલ પ્લાન શરૂ કર્યો છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહક માત્ર રૂપિયા 114 નું રીચાર્જ કરીને ભારતભરમાં કોઈ પણ નેટવર્ક પર અમર્યાદિક રોમિંગ સાથે 30 દિવસ સુધી ફોન કરી શકે છે. ગ્રાહક 2 જીબી ડેટાનો ઉપયોગ અને 100 એસ.એમ.એસ. કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે બીએસએનએલ દ્વારા નવા બ્રોડબેન્ડ ગ્રાહકો માટે 45 થી માંડીને 600 જીબીના વિવિધ કોમ્બો પ્લાન પણ શરૂ થયા છે. પરિવારના તમામ સભ્યો માટે રૂપિયા 1,199 પ્રતિ માસનું એક બ્રોડબેન્ડ જોડાણ અને ત્રણ મોબાઈલ પણ મળી જશે. આ પ્રસંગે પતંજલિના પ્રભારી શીશપાલજી પણ હાજર રહ્યા હતા.
