CAAના સમર્થનમાં આજે દેશના ઘણાં ભાગોમાં રેલીઓનું આયોજન
Live TV
-
ભાજપ મુંબઈમાં આજે વિશાળ રેલી યોજશે
નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આજે દેશના ઘણા ભાગોમાં રેલીઓનું આયોજન કરાયું છે. ભાજપ મુંબઇમાં આજે એક વિશાળ રેલી યોજશે. આસામના જાગીરોડમા પણ ભાજપાએ શાંતી રેલીનું આયોજન કર્યુ છે. આ રેલીને આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સંબોધન કરવાની સંભાવના છે. પોડેચેરીમા પણ ભાજપા સીએએ ના પક્ષમાં એક રેલી કાઢશે. ગોવામાં કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલ એક પત્રકાર પરિષદ કરશે. વિજયવાડામાં નાગરિકતા કાયદા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ જાગૃતતા કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી રમેશ પોખડિયા દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરશે
