આગ ચાંપનાર લોકો નેતા ન હોય શકે: આર્મી ચીફ બિપિન રાવત
Live TV
-
યુનિવર્સિટી અને કોલેજ હિંસાને લઈને આપ્યું નિવેદન
નાગરિકતા સંશોધન કાયદો -સીએએ વિરુદ્ધ પ્રદર્શનમાં હિંસા વિશે સેના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે તેમનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ વિશે કહ્યું હતું કે, યુનિવર્સિટી અને કોલેજોમાં આગ ચાંપનાર લોકો નેતા ન હોઈ શકે. હકીકતમાં નેતૃત્વ એને કહેવાય જે સાચી દિશા બતાવવાનું કામ કરે. નાગરિકત્વ સુધારણા અધિનિયમ ને લઇને કરવામાં આવેલા વિરોધ દરમ્યાન થયેલ હિંસાની સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ટીકા કરી હતી. સંસદ દ્વારા સીએએ પસાર થયા બાદ હિંસા અંગેના પ્રશ્નના જવાબમાં જનરલ રાવતે કહ્યું કે, નેતાઓએ લોકોને સાચો રસ્તો બતાવવો જોઈએ. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સિયાચીનમાં સાલ્તોરો અને અન્ય પહાડી વિસ્તારોમાં શૂન્યથી માઇનસ 10 થી 45 ડિગ્રી તાપમાનમાં સીમાઓની રક્ષા માટે સતત ઉભા કહેતા સૈનિકો પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું
