CAA લોકોને સારુ જીવન આપવા માટેનો પ્રયાસ: કેન્દ્રીય નાણામંત્રી સીતારામન
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ચેન્નઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં જણાવ્યું હતું કે, આ કાનૂન લોકોને એક સારું જીવન આપવા માટેનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાનુન કોઈની નાગરિકતા આંચકી લેવા માટે નથી પરંતુ લોકોને નાગરિકતા પ્રદાન કરવા માટે છે. તેમણે જણાવ્યું હતું કે, પાછલા છ વર્ષોમાં પાકિસ્તાનથી આવેલા 2838, અફઘાનિસ્તાનના 914 અને બાંગ્લાદેશના 172 શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. જેમાં 556 મુસ્લીમ પણ સામેલ છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 1964થી લઈને 2008 વચ્ચે શ્રીલંકાથી આવેલા ચાર લાખ 16 હજાર શરણાર્થીઓને ભારતની નાગરિતા આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કાનુન શિબિરોમાં રહેતાં શ્રીલંકાઈ તમિલોને અસર નહીં કરે અને નાગરિતા મામલે તેમને મહત્વ આપવામાં આવશે
