Skip to main content
Settings Settings for Dark

CBDTએ આવકવેરા વિભાગની સુધારેલી નવી વેબસાઇટ www.incometaxindia.gov.in લોન્ચ કરી

Live TV

X
  • કરદાતાઓનો અનુભવ વધારવા અને નવી ટેકનોલોજી સાથે તાલ મિલાવવા આવકવેરા વિભાગે તેની વેબસાઈટ www.incometaxindia.gov.in માં સુધારો કર્યો છે. આ નવી વેબસાઈટ કરદાતાઓને નવી સુવિધાઓ જોડવાની સાથે મેગા મેનુનો વિકલ્પ પણ આપશે, જે હેઠળ યુઝર્સને મેનુમાં જ ઘણા વિકલ્પો મળશે. નવી વેબસાઈટ મોબાઈલ રિસ્પોન્સિવ લેઆઉટ અનુસાર તૈયાર કરવામાં આવી છે. આવકવેરા વિભાગની સુધારેલી વેબસાઇટ યુઝર્સને વિવિધ કાયદાઓની તુલના કરવાની મંજૂરી આપે છે. આ વેબસાઈટ ડાયરેક્ટ ટેક્સ કાયદાઓ, અન્ય સંબંધિત અધિનિયમો, નિયમો, આવકવેરા પરિપત્રો, તમામ ક્રોસ-રેફરન્સ્ડ, હાઇપરલિંક્ડ અને સૂચનાઓ સુધી પહોંચ પ્રદાન કરે છે. આ સાઈટ 'ટેક્સપેયર્સ સર્વિસ મોડ્યુલ' પણ ઓફર કરે છે, જેમાં કરદાતાઓને તેમના આવકવેરા રિટર્ન ભરવામાં મદદ કરવા માટે ટેક્સ સાધનો ઉપલબ્ધ છે. વેબસાઈટના યુઝર્સની સુવિધા માટે આ તમામ નવી સુવિધાઓ વર્ચ્યુઅલ ટુર અને નવા બટન પ્રોમ્પ્ટ દ્વારા સમજાવવામાં આવી છે. આવકવેરા વિભાગની સંશોધિત નેશનલ વેબસાઈટ www.incometaxindia.gov.inને ફ્રેન્ડલી ઈન્ટરફેસ, વેલ્યુ એડેડ સર્વિસ અને નવા મોડ્યુલો સાથે નવું રુપ આપવામાં આવ્યું છે. ઉદયપુરમાં આવકવેરા નિર્દેશાલય દ્વારા આયોજિત ચિંતન શિબિર કાર્યક્રમમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ નવી સુધારેલી વેબસાઇટ લોન્ચ કરી હતી. આ વેબસાઇટ કર અને અન્ય સંબંધિત માહિતીના વ્યાપક ભંડાર તરીકે સેવા આપે છે. વધુમાં, ડાયનેમિક ડ્યુ ડેટ એલર્ટની કાર્યક્ષમતા રિવર્સ કાઉન્ટડાઉન, ટૂલટિપ્સ અને સંબંધિત પોર્ટલોની લિંક્સ પૂરી પાડે છે, જેથી કરદાતાઓને સરળતા રહે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply