Skip to main content
Settings Settings for Dark

કાશીને જ્ઞાન, કર્તવ્ય અને સત્યના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે, કાશી ખરેખર ભારતની સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રાજધાની છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે G20 અંતર્ગત વિવિધ દેશના સાંસ્કૃતિક મંત્રીઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ ઉદબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં અમને અમારી શાશ્વત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ખૂબ જ ગૌરવ છે. અમે અમારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ જ મૂલ્ય આપીએ છીએ. યુગે યુગીન ભારત' રાષ્ટ્રીય સંગ્રહાલયનું કામ પૂરું થતાં તે 5,000 વર્ષ કરતાં વધુ સમયથી ફેલાયેલા ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતા વિશ્વના સૌથી મોટા સંગ્રહાલય તરીકે ઊભું રહેશે. મૂર્ત વારસો એ માત્ર ભૌતિક મૂલ્યનો જ નથી હોતો પરંતુ તે રાષ્ટ્રનો ઇતિહાસ અને ઓળખ પણ છે. આર્થિક વિકાસ અને વૈવિધ્યકરણ માટે વારસો એ એક મહત્વપૂર્ણ સંપત્તિ છે, અને 'વિકાસ ભી વિરાસત ભી'ના ભારતના મંત્રમાં તેનો પડઘો પડે છે. તેમણે કહ્યું કે ભારતનો રાષ્ટ્રીય ડિજિટલ જિલ્લા ભંડાર સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓને ફરીથી શોધવામાં મદદ કરી રહ્યો છે. ભારતનો રાષ્ટ્રીય ડિજિટલ જિલ્લા ભંડાર સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓને ફરીથી શોધવામાં મદદ કરી રહ્યો છે. સાથે જ પ્રધાનમંત્રીએ 4 'C'નું મહત્વ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કાર્યકારી સમૂહનું કાર્ય 4 'C' એટલે કે – કલ્ચર, ક્રિએટીવિટી, કોમર્સ અને કોલૅબ્રેશનના મહત્વને પ્રતિબિંબિત કરે છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધ્યાત્મિક નગરી કાશીના ગુણગાન ગાતા જણાવ્યું હતું કે. કાશીને જ્ઞાન, કર્તવ્ય અને સત્યના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે અને તે ખરેખર ભારતની સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રાજધાની છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply