ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર ચંદ્રના 'શિવશક્તિ' પોઈન્ટની આસપાસ ફરી રહ્યું છે, ઈસરોએ જાહેર કર્યો નવો વીડિયો
Live TV
-
ઇસરોના ચંદ્રયાન-3 મિશને જ્યારથી સફળતા મેળવી છે. ત્યારથી વિશ્વભરમાં તેની જ ચર્ચા થઈ રહી છે. લોકોમાં પણ એ જ ઉત્સુકતા છે કે હવે ચંદ્રની સપાટી પર ઉતરેલું પ્રજ્ઞાન રોવર શું કરી રહ્યું હશે. શું હશે ચંદ્રની સપાટી પરની સ્થિતિ. ત્યારે આજે ઈસરોએ ચંદ્રયાન-3 વિશે વધુ અપડેટ આપતા એક વીડિયો શેર કર્યો છે. જેમાં ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી થોડા જ અંતર પર માહિતી એકત્રિત કરી રહ્યું છે. પ્રજ્ઞાન રોવર શિવશક્તિ પોઈન્ટની આસપાસ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવના રહસ્યોની તપાસ કરવામાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાન રોવર 14 દિવસ ચંદ્રની સપાટી પર ફરીને વધું સંશોધન કરશે અને તેની માહિતી પૃથ્વી સુધી એટલે કે આપણા સુધી પહોંચાડશે.
