કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે, NDA સરકારે ખેડૂતોના લાભ અને કલ્યાણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજસ્થાનના ગંગાપુર શહેરમાં સહકાર કિસાન સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે, NDA સરકારે ખેડૂતોના લાભ અને કલ્યાણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. 2014 પહેલા ખેડૂતો માટે અંદાજે 22 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્તમાન સરકારે તેને છ ગણો વધારીને એક લાખ 25 હજાર કરોડ કરી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે, પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને વિવિધ કૃષિ ચીજવસ્તુઓની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. સહકાર મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે પ્રાથમિક કૃષિ મંડળીઓને મજબૂત કરવા માટે 20થી વધુ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે દેશમાં લાખ નવી પ્રાથમિક કૃષિ મંડળી બનાવવા અને દરેક પંચાયત સુધી પહોંચવાનો લક્ષ્ય રાખ્યો છે. દેશના ખેડૂતોની માંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે પૂરી કરી છે. ખેડૂતો માટે અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું. કાર્યક્રમને સંબોધતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, સહકારી આંદોલને ખેડૂતોના જીવનમાં મોટો બદલાવ લાવ્યો છે. તેમણે કહ્યું કે, સહકારી આંદોલનને કારણે ખેડૂતોને વગર વ્યાજે લોન મળી રહી છે અને તેમની આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો થયો છે. દરેક ગામમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકતા શ્રી બિરલાએ કહ્યું કે તે સમયની જરૂરિયાત છે અને તમામ ખેડૂતોએ તેમાં જોડાવું જોઈએ.
