CBSEએ કોરોનાને લઇને ધો.10 અને 12ની પરીક્ષા કરી સ્થગિત
Live TV
-
CBSEએ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઈને હાલમાં ચાલી રહેલી ધોરણ -10 અને ધોરણ 12ની પરીક્ષાઓ મુતલવી રાખવાનો નિર્ણય લીધો
કેન્દ્રીય ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડ - CBSE એ હાલમાં ચાલી રહેલી ધોરણ -10 અને ધોરણ 12ની પરીક્ષાઓ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઈને હાલ મુતલવી રાખવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર યાદી મુજબ 31મી માર્ચ પછી પરીક્ષાઓનો નવો કાર્યક્રમ નિર્ધારિત કરાશે. એવી જ રીતે ઉત્તર – પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓના કાર્યક્રમ પણ ફરીથી નિર્ધારિત કરાશે. આ મહિનાના અંત સુધીમાં લાગતા વળગતાઓને નવા પરીક્ષા કાર્યક્રમની બોર્ડ દ્વારા જાણ કરાશે. જોકે ICSE બોર્ડના સચિવે ગઈકાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે, તેમના બોર્ડે કોઈપણ પરીક્ષાઓ મુલતવી રાખી નથી.
