કોરોના વાઇરસને લઇને દરેક પરિસ્થિતિ પર સરકારની નજર: આરોગ્યમંત્રી
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને જણાવ્યુ છે કે સરકાર કોરોના માટેની ટેસ્ટિંગ કીટ, દવાઓ અને આઇશોલેશન વોર્ડની ઉપલબ્ધતા ઉપર ચાંપતી નજર રાખી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને જણાવ્યુ છે કે સરકાર કોરોના માટેની ટેસ્ટિંગ કીટ, દવાઓ અને આઇશોલેશન વોર્ડની ઉપલબ્ધતા ઉપર ચાંપતી નજર રાખી રહી છે. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, તેમજ સફદરજંગ, ડોક્ટર રામ મનોહર લોહીયા હોસ્પિટલ, અને એઇમ્સના વડાઓ સાથેની એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ પ્રમાણે જણાવ્યુ હતું.
ગઇકાલે યોજેલી બેઠકમાં તેમણે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ વિભિન્ન મંત્રાલયો, રાજ્યો અને વિદેશમાં રાજદૂતવાસો કક્ષાએ સંકલનથી કરાઇ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી.
