CBSE બોર્ડ ધો-10, ધો-12ની પરીક્ષા તારીખો જાહેર, 15 જુલાઇ સુધીમાં પરિણામ થશે જાહેર
Live TV
-
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિ:શંકે CBSE બોર્ડ દ્વારા લેવાતી પરિક્ષાઓની તારીખો જાહેર કરી છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષાઓનો પ્રારંભ 4મેથી થશે. જ્યારે 10 જૂન સુધી આ પરિક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે. તેમજ પરિણામોની જાહેરાત 15 જુલાઇ સુધી કરવાનો આદેશ આપ્યો છે. આ અવસરે કેન્દ્રીય મંત્રીએ કોરોના સંકટ કાળમાં પણ દેશની શૈક્ષણિક પક્રિયાઓ નિરંતર ચાલુ રાખવા બદલ શિક્ષણ સાથે જોડાયેલા તમામ શિક્ષકો અને અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી. સાથે જેઇઇ અને નીટ જેવી પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન થવા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો.
