CBSE Exam : 1 થી 15 જુલાઈ વચ્ચે યોજાશે 10માં અને 12માં ધોરણની પરીક્ષા
Live TV
-
ધોરણ 10માં માત્ર દિલ્હી અને ધોરણ-12માં સમગ્ર દેશમાં પરીક્ષા લેવાશે : 29 વિષયોની પરીક્ષા યોજાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઇની ધોરણ 10 અને 12ની બાકી રહેલી પરીક્ષાઓની તારીખ કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી દેવાઇ છે .જે મુજબ 1 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે અને 15મી જુલાઇ સુધી લેવામાં આવશે. ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન કોરોનાને પગલે ૨૫મી માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થઈ જતા અનેક વિષયોની પરીક્ષા મોકૂફ કરવી પડી હતી. હવે પછી માત્ર મુખ્ય 29 વિષયોની જ પરીક્ષા લેવામાં આવશે .જેમાં ધોરણ 10માં મુખ્ય છ વિષયોની માત્ર દિલ્હીના નોર્થ ઈસ્ટમાં જ પરીક્ષા લેવાશે જ્યારે બાકીના ગૌણ વિષયોની પરીક્ષા નહીં લેવામાં આવે અને એવરેજ માર્ક ના આધારે વિદ્યાર્થીઓને પરિણામ અપાશે. આ ઉપરાંત ધોરણ-12માં મુખ્ય 12 વિષયો ની પરીક્ષાઓ સમગ્ર દેશમાં લેવાશે અને 11 વિષયોની પરીક્ષા માત્ર નોર્થ ઈસ્ટ દિલ્હીમાં જ લેવામાં આવશે
