કોરોના મહામારી : PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના પ્રધાનમંત્રી સાથે ફોન પર કરી વાતચીત, સહયોગની ખાતરી આપી
Live TV
-
ઈટલીમાં કોરોનાના કારણે માર્યા ગયેલા લોકો પ્રત્યે પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યુસેપ કોન્ટે સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ કોવિડ -19 રોગચાળાને લીધે ઇટાલીમાં જાન-માલના નુકસાન માટે પણ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ આ કટોકટી દરમિયાન ઇટાલીના નાગરિકો દ્વારા બતાવેલી હિંમતની પ્રશંસા કરી હતી.
બંને નેતાઓએ તેમના દેશોની સાથે વૈશ્વિક સ્તરે કોરોના રોગચાળાને કારણે આરોગ્ય અને આર્થિક ક્ષેત્રમાં થતી અસરોને પહોંચી વળવા જરૂરી પગલાંની ચર્ચા કરી. તેઓએ એકબીજા સાથે એકતા વ્યક્ત કરી હતી અને એકબીજાના ફસાયેલા નાગરિકો પ્રત્યે પરસ્પર સહયોગની પણ પ્રશંસા કરી હતી.
વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ ઇટાલિયન વડા પ્રધાનને જરૂરી દવાઓ અને અન્ય ચીજવસ્તુઓની જરૂરિયાતમાં ભારતના સહયોગની ખાતરી આપી હતી. આ સાથે જ, બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારત અને ઇટાલી વચ્ચે સક્રિય પરામર્શ અને સહયોગ ચાલુ રાખવા સંમત થયા.
