Skip to main content
Settings Settings for Dark

CGHS લાભાર્થીઓને રાહત, કાર્ડને આભા સાથે લિંક કરવું ફરજિયાત નહિ

Live TV

X
  • કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) ના 45 લાભાર્થીઓને રાહત આપતા, કેન્દ્ર સરકારે હવે CGHS કાર્ડને આયુષ્માન ભારત આરોગ્ય ખાતા (ABHA) સાથે લિંક કરવાની જરૂરિયાત પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારના આગામી આદેશ સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે.

    હકીકતમાં, મોટાભાગના CGHS લાભાર્થીઓ તેમના ID ને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (આભા) સાથે લિંક કરવા માટે ખૂબ ઉત્સાહી ન હતા. આથી આભા અને CGHS કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી હતી.

    બુધવારે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના આરોગ્ય યોજનાઓના ડાયરેક્ટોરેટ જનરલ 'CGHS' એ આદેશ જાહેર કર્યો છે કે, હવે CGHS કાર્ડને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (Abha) સાથે લિંક કરવું ફરજિયાત નથી. તે સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે. આ વ્યવસ્થા આગામી આદેશો સુધી ચાલુ રહેશે.

    નોંધનીય છે કે, 28 માર્ચથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ મે સુધી માત્ર 1.5 લાખ લાભાર્થીઓએ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (આભા) નંબર જનરેટ કર્યો હતો અને તેને CGHS સાથે લિંક કર્યો હતો. સરકારે 'ABHA' બનાવવાની સમયમર્યાદા 30 જૂનથી ત્રણ મહિના લંબાવી છે. ત્યારબાદ આઈડીને આભા સાથે લિંક કરવા માટે 120 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply