CM ભૂપેન્દ્ર પટેલે કરી PM મોદી સાથે મુલાકાત, ગુજરાતના સર્વાંગી વિકાસ પર કરી ચર્ચા
Live TV
-
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવી દિલ્લી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી. તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા અંગે પીએમનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી કાર્યાલાયે X પર પોસ્ટ કરીને મુલાકાત અંગેની માહિતી આપી હતી. સીએમ પટેલે જણાવ્યું હતું કે, તેમણે અને પ્રધાનમંત્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે X પર લખ્યું , આજે હું નવી દિલ્હીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. અમે તેમની સાથે ગુજરાતના સર્વાંગી વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો દરેક લાભાર્થી સુધી કેવી રીતે વધુ અસરકારક રીતે પહોંચાડવા તે અંગે તેમની પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન મેળવ્યું"