Skip to main content
Settings Settings for Dark

Coronavirus : 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય વિમાનોના લેન્ડિંગ પર પ્રતિબંધ,એક સપ્તાહ માટે લાગૂ થશે નિર્ણય

Live TV

X
  • કોરોના વાયરસના કહેરને લઈને કેંદ્ર સરકારે 22 માર્ચથી એક સપ્તાહ સુધી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારતમાં ઉતરાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેંદ્ર સરકાર દ્વારા રાજ્યોને સૂચના આપી હતી કે કોરોના વાયરસને રોકવા માટેના પગલાઓની વચ્ચે, જરૂરી સેવાઓ સિવાય તમામ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વર્ક-હોમ પ્રોટોકોલ લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. ભારતમાં કોરોના વાયરસના કારણે ચાર લોકોના મોત થયા છે.

    નવી દિલ્હીઃ કોરોના વાયરસ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે 22 માર્ચ 2020થી એક સપ્તાહ સુધી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટને ભારતમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 65 વર્ષથી ઉપરના બધા નાગરિકોને (જાહેર પ્રતિનિધિઓ / સરકારી સેવકો / તબીબી વ્યાવસાયિકો સિવાય તબીબી સહાય સિવાય) ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે 10 વર્ષથી નીચેના બધા બાળકોને ઘરે રહેવાની અને બહાર ન જવાની સલાહ આપી છે.તેમજ રેલવે અને નાગરિક ઉડ્ડય વિદ્યાર્થી દર્દીઓ અને દિવ્યાંગ કેટેગરી સિવાય તમામ રાહત મુસાફરીને સ્થગિત કરશે. રાજ્યને ખાનગી કંપનીઓ માટે ઘર માટેના કાર્યની (વર્ક ફ્રોમ હોમ) અમલવારી કરવા વિનંતી કરવામાં આવી છે. આ સિવાય રેલવે અને વિમાનોમાં મળનારી છૂટને સમાપ્ત કરી દેવામાં આવી છે, જેથી લોકો ઓછામાં ઓછી યાત્રા કરે અને કોરોનાને ફેલાતો રોકવામાં મદદ કરે. 

    આ સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ઇરાનથી 590 લોકોને રેસ્ક્યૂ કર્યાં છે, ત્યાં સ્થિતિ ગંભીર છે. ઈરાનમાં કોરોનાથી પીડિત ભારતીયોને અલગ કરીને રાખવામાં આવ્યા છે અને ત્યાં તેમની દેખભાળ કરવામાં આવી રહી છે. અમને વિશ્વાસ છે કે તે જલદી સ્વસ્થ થઈ જશે અને અમે તેને પરત લાવીશું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply