રાજસ્થાનના ઝૂનઝૂનુ જિલ્લામાં કોરોના વાયરસના 3 કેસ નોંધાયા
Live TV
-
રાજસ્થાનના ઝૂનઝૂનુ જિલ્લામાં કોરોના વાયરસના 3 કેસ નોંધાયા છે. આ ત્રણેય વ્યક્તિઓ ગત 8મી માર્ચે ઇટાલીથી રાજસ્થાન આવ્યા હતા. મુખ્યમંત્રી અશોક ગહેલોતે ગઈકાલે રાત્રે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને ચર્ચા વિચારણાના અંતે સમગ્ર રાજ્યમાં આગામી 31મી માર્ચ સુધી 144મી કલમ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.
રાજસ્થાનની વડી અદાલતે જયપુર સહિત કુલ 6 મહાનગરપાલિકાઓમાં આગામી 5મી એપ્રિલે યોજાનારી ચૂંટણી મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. વડી અદાલતે 17મી માર્ચથી 6 અઠવાડિયા સુધી સમયગાળામાં સંબંધિત ચૂંટણી મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે.
