#CWG2018 : ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ભવ્ય આતિશબાજી સાથે પ્રારંભ
Live TV
-
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે બુધવારે કોમન વેલ્થ ગેમ્સ 2018 રંગારંગ પ્રારંભ થઇ ગયો છે. કૉમન વૅલ્થ ગેમમાં ભારત તરફથી કુલ 225 ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે, જે જુદી-જુદી પંદર જેટલી રમતોમાં ભાગ લેશે. 225 સભ્યોના આ ભારતીય ખેલાડીઓનું નેતૃત્વ બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ કર્યું હતું.
એકવીસમા કોમન વેલ્થ ગેમ્સનો, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં દબદબાભેર ઉદ્ઘાટન સમારંભ યોજાયો છે. જેમાં બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ તિરંગો લઇને દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. રમતોત્સવના રંગારંગ સમારંભ સાથે જ, ભારતીય એથ્લીટ્સના શાનદાર પ્રદર્શનની આશા નાગરિકો સેવી રહ્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટવીટ કરીને, કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને ઉત્તમ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ વખતે દેશને વિવિધ રમતો - હોકી, મુક્કાબાજી તથા બેડમિન્ટનમાં દેશને ચંદ્રક મળે તેવી આશા છે. તો એથ્લેટિક્સમાં જૈવ્લિન થ્રોમાં નીરજ ચોપડા, ડિસ્કસ થ્રોમાં સીમા પુનિયા અને ઊંચી કૂદમાં તેજસ્વિની શંકર જેવા ખેલાડી ચંદ્રક જીતવાની શક્યતા ધરાવે છે. બેડમિન્ટનમાં સૌની નજર સાઇના નેહવાલ અને પી.વી.સિંધુ પર રહેશે, તો મુક્કાબાજીમાં મેરિકોમ અને વિકાસ કૃષ્ણ મેદાન મારે તેવું લાગી રહ્યું છે. સ્કવોશમાં દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પા, તો વેઇટલિફ્ટિંગમાં મીરાંબાઈ ચાનૂ, અને રાષ્ટ્રમંડળ રમતોમાં પ્રથમવાર જ ભાગ લઈ રહેલા નિશાનેબાજ મનુ ભાસ્કર, જિમનાસ્ટ પ્રણતિ નાયક તથા અરૂણા રેડ્ડી પણ પદક જીતી શકે તેમ છે.