ઈન્ડિયા રેન્કીંગ-2018ની ઘોષણા, મેનેજમેન્ટ સંસ્થામાં પ્રથમ ક્રમે I.I.M. અમદાવાદ
Live TV
-
કેન્દ્ર સરકારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો માટે ઈન્ડિયા રેન્કીંગ-2018ની ઘોષણા કરી છે જેમાં મેનેજમેન્ટ સંસ્થાઓના રેન્કિંગમાં I.I.M. અમદાવાદ પ્રથમ ક્રમે
આ વર્ષે પહેલી જ વાર મેડિકલ અને ડેન્ટલ કોલેજોનું પણ રેન્કિંગ થયું છે. મેનેજમેન્ટ સંસ્થાઓના રેન્કિંગમાં I.I.M. અમદાવાદ સંસ્થાન પ્રથમ ક્રમે રહ્યું છે. માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય રેન્કિંગ ફ્રેમ વર્ક હેઠળ રેન્કિંગની જાહેરાત કરી હતી. દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં I.I.S.C- બેંગલુરૂ એ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે.એન.યુ.એ દ્વિતીય અને બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ચેન્નાઈનું અણ્ણા વિશ્વ વિદ્યાલય ચોથા અને હૈદ્રાબાદ વિશ્વ વિદ્યાલય પાંચમા સ્થાને રહ્યું છે. શ્રેષ્ઠ એન્જિનીયરીંગ કોલેજ ક્ષેત્રે આઈ.આઈ.ટી. મદ્રાસને પ્રથમ બોમ્બેને બીજું અને દિલ્હીને ત્રીજું સ્થાન મળ્યું છે. સરકારે કોલેજો માટે પણ રેન્કિંગ જાહેર કરી હતું.