#GoodNews : તરછોડાયેલી મહિલાને જમાડી પોલિસકર્મીએ નિભાવી દીકરાની ફરજ
Live TV
-
બેઘર મહિલાને ખાવાનું ખવડાવી આ ટ્રાફિક પોલીસે જીતી લીધા દિલ, ખરેખર સલામ છે આ પોલિસકર્મીને જેણે ઉમદા કાર્ય કરી પ્રસંશાને પાત્ર બન્યા
પોલિસનું નામ પડે ત્યારે તરત જ પગમાં ધ્રુજારી આવી જતી હોય છે, પણ આજકાલ સોશિયલ મીડિયામાં એક એવા પોલિસકર્મીની ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, તેમના આ ઉત્તમ કામથી તમને પણ ગર્વ થશે. ફોટોગ્રાફ્સમાં જોઇ શકાય છે કે, એક પોલિસકર્મી મહિલાને જમાડી રહ્યો છે. આ ટ્રાફિક પોલિસકર્મીના દયાળુ વ્યવહારની સોશિયલ મીડિયામાં પ્રસંશા થઈ રહી છે. આ તસ્વીર ટ્વીટર પર 1 એપ્રિલના રોજ ટ્વીટ થઇ હતી, જેને અનેક લોકોએ લાઇક્સ અને રીટ્વીટ કરી છે.
સોશિયલ મીડિયા પર જે પોલિસકર્મીની તસ્વીર પસંદ કરી રહ્યા છે, જે તેલંગાણા કૂક્કટપલ્લી ટ્રાફિક પોલિસના હોમગાર્ડ વી.ગોપાલે છે, જે બેઘર મહિલાને જમાડી રહ્યા છે. આ તસ્વીરને તેલંગાના ડીજીપીના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર હર્ષા ભાર્ગવીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે, કૂક્કટપલ્લી ટ્રાફિક પોલીસના હોમ ગાર્ડ વી. ગોપાલે બેઘર મહિલાને JNTU પર જમાડીને દિલ જીતી લીધું છે.
મળતી માહિતી મુજબ, વી.ગાપાલ સતત ત્રણ દિવસથી એક મહિલાને ચાની દુકાનની પાસે જોતા હતાં. તેમને જ્યારે ખબર પડી કે, આ મહિલાએ તેના છોકરાઓએ ઘરમાંથી બહાર કાઢી દીધી છે. ત્યારે તે મહિલા માટે ખાવાનું લઈને આવ્યાં અને ભરપેટ ભોજન પીરસ્યું હતું, એટલું જ નહીં આ પોલિસકર્મીએ પોતાના હાથે મહિલાને જમાડી હતી.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક