DRDOએ સૈનિકો માટે તૈયાર કર્યું છે દેશનું સૌથી હલકું બુલેટ પ્રૂફ જેકેટ, જાણો શું છે તેની ખાસિયત
Live TV
-
DRDOએ સૈનિકો માટે તૈયાર કર્યું છે દેશનું સૌથી હલકું બુલેટ પ્રૂફ જેકેટ, જાણો શું છે તેની ખાસિયત
દેશની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મુકનાર સૈનિકો માટે DRDOએ મોટી સફળતા હાંસલ કરી છે. DRDOએ દેશનાં સૈનિકો માટે સૌથી હળવું બુલેટ પ્રૂફ જેકેટ વિકસાવ્યું છે. આ જેકેટ BIS દારૂગોળાના 6 ખતરા સામે રક્ષણ પૂરું પાડે છે.
બુલેટ પ્રૂફ જેકેટ કોણે તૈયાર કર્યું હતું?
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ જેકેટ નવી ડિઝાઇન અભિગમ પર આધારિત છે, જ્યાં નવીન સામગ્રી અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બુલેટના 6 રાઉન્ડ વાગ્યા પછી પણ અસર થતી નથી
આ બુલેટપ્રૂફ જેકેટ 7.62 X 54 R API દારૂગોળા સામે રક્ષણ આપવા સક્ષમ છે. ડીઆરડીઓના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ જેકેટ પર એક પછી એક 6 શોટની કોઈ અસર નથી. ખાસ વાત એ છે કે નવા બુલેટ પ્રૂફ જેકેટ ખૂબ જ હળવા છે અને તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે સુરક્ષા દળો માટે તેને પહેરવામાં સરળતા રહેશે.