Election 2019: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર
Live TV
-
લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ અગાઉ તેઓ કાળભૈરવ મંદિરે જઈ પૂજા - અર્ચના કરી કાળભૈરવના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પક્ષના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભરતાં પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપ પદાધિકારીઓ અને બુથ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરના કાર્યકર્તાઓની મહેનતથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી , કાશીઘાટથી પોરબંદર સુધી ઉત્સાહનો માહોલ છે. તેમણે કહ્યું કે, દેશવાસીઓ કહી રહ્યા છે કે, ફીર એક બાર મોદી સરકાર.પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં રેલીને સંબોધશે.
