દિલ્હી - એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થતા હવાઈ સેવા પ્રભાવિત
Live TV
-
7 કલાક સુધી મુસાફરો એરપોર્ટ પર હવાઈ સેવાને લઈ અવઢવની સ્થિતિમાં રહ્યા
એર ઈન્ડિયા ફ્લાઈટનું સર્વર ડાઉન થવાના કારણે શનિવારે મુસાફરોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડ્યો.સર્વરને આશરે 9 વાગ્યે વ્યવસ્થિત સંચાલિત કરવામાં આવ્યો..પરંતુ ત્યા સુધીમાં એર ઈન્ડિયાની રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર અસર થઈ હતી..માહિતી મુજબ મુસાફરોને બોર્ડિંગ પાસ મેળવી શકતા નહોતા..જેના કારણે દિલ્હી એરપોર્ટ પર અફરાતરફી જેવો માહોલ જોવા મળ્યો હતો..એરલાઈન્સની SITA સર્વરમાં ખામી સર્જાઈ હતી..જેના કારણે મુસાફરોને મોડી રાત્રે 3.30થી હાલાકી ભોગવવી પડી હતી..દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ હતી..



