PMની આજે ત્રણ જાહેર સભા, તો રાહુલ ગાંધી આજે અમેઠીમાં
Live TV
-
ચૂંટણી પહેલા તમામ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 3 વિજય સંકલ્પ રેલીને સંબોધન કરશે. કન્નોજ, હરદોઈ અને સીતાપુરમાં આ રેલી યોજાશે. પ્રધાનમંત્રીએ ગઈકાલે મધ્યપ્રદેશના સીદી, જબલપુર અને મુંબઈમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. જ્યારે યોગી આદિત્યનાથે કૃષિનગરમાં રેલી કરી હતી. પ્રચાર કાર્ય સાથે ઘણાં નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. પટના સાહિબથી રવિશંકર પ્રસાદે, ,,અમૃતસર બેઠકથી કેન્દ્રિયમંત્રી હરદીપ પૂરીએ અને ,,હમીરપુર બેઠકથી અનુરાગ ઠાકુરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું
તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમેઠીના જામો બ્લોકના ગામ નંદ મહેર અને જગદીશપુરના ,રાની મહેરમાં પક્ષ દ્વારા આયોજિત જનસભાને સંબોધન કરશે. કોંગ્રેસ અને ભાજપા સાથે, બાકી તમામ પક્ષો દ્વારા ઝંઝાવાંતી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે., ઉત્તર પ્રદેશમાં સપા - બસપા રાલોદ ગઠબંધન તો ,બિહારમાં મહાગઠબંધનના નેતા પ્રચાર કરી રહ્યા છે/. દિલ્હીમાં આમ આદમીપાર્ટી પણ પ્રચાર કરી રહી છે.
