ચોથા તબક્કાનાં મતદાન માટે પ્રચારના પડઘમ શાંત, પીએમએ યુપીમાં પ્રચાર સભાઓ ગજવી
Live TV
-
આવતી કાલે યોજનારી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે પ્રચાર અભિયાન ગઇકાલે સાંજે સંપન્ન થયું હતું. દરેક રાજકીય પક્ષે પોતાના પક્ષ ની તરફેણમાં મતદાન થાય તે માટે મતવિસ્તારમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. ચોથા તબક્કામાં 9 રાજ્યોની 72 બેઠક માટે મતદાન થશે. આ તબક્કામાં 13 કરોડ મતદાતા 945 ઉમેદવારોના ભાગ્યોનો નિર્ણય કરશે. ચોથા તબક્કામાં બિહારના પાંચ, મધ્યપ્રદેશના 6, મહારાષ્ટ્રની 17, ઓડિશામાં 6, રાજસ્થાન, ઉતરપ્રદેશમાં 13-13, પશ્ચિમ બંગાળમાં 7 અને ઝારખંડની 2 બેઠક પર મતદાન યોજાશે. આ સાથે રાજ્ય વિધાનસભાની 41 બેઠક પર પણ મતદાન થશે. આ સાથે આગળના તબક્કા માટે પણ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે ઉત્તરપ્રદેશ અને બિહારમાં ચૂંટણી સભા કરશે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા પણ ઉતરપ્રદેશમાં ચૂંટણી સભા ગજવશે.
