ESIC તેના વહીવટ અને સેવા વિતરણમાં પારદર્શિતા સુનિશ્ચિત કરી રહ્યું છે: ભૂપેન્દ્ર યાદવ
Live TV
-
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે 500 થી 650 પથારીની હોસ્પિટલને કર્મચારી રાજ્ય વીમા નિગમ-ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ફરીદાબાદ સાથે જોડવાની જાહેરાત કરી છે.સમારોહને સંબોધતા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશોને અનુસરીને, ESIC તેના વહીવટ અને સેવા વિતરણમાં પારદર્શિતા સુનિશ્ચિત કરી રહ્યું છે.
નિઃસ્વાર્થ સેવા અને ભક્તિ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આ બે બાબતો જીવનના મિશનને પૂર્ણ કરવાના મૂળ મંત્ર છે. કેન્દ્રીય મંત્રીએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ખાતે અત્યાધુનિક લેબોરેટરી અને હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ માટે વ્યાયામશાળાની નવી સેવાઓ શરૂ કરી હતી. મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકનિકલ અને પ્રેક્ટિકલ શિક્ષણ આપવા માટે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આ કૌશલ્ય પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી છે.