Skip to main content
Settings Settings for Dark

G-20 અંતર્ગત આજે મહારાષ્ટ્રના નાગપુરમાં બેઠક મળશે

Live TV

X
  • સિવિલ- ટ્વેન્ટી બેઠકમાં સિવિલ સોસાયટીની ભૂમિકા પર ચર્ચા કરશે

    ભારતની અધ્યક્ષતામાં, G-20 હેઠળ સિવિલ-20 ઈન્ડિયાની બેઠક આજથી મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ રહી છે. આ બે દિવસીય બેઠકમાં વિશ્વભરના સામાજિક સંગઠનોને જી-20 નેતાઓ પાસેથી જનતાની શું અપેક્ષાઓ છે તે જણાવવાની તક મળશે. આ ઉદ્ઘાટન સમારોહમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી અને આધ્યાત્મિક નેતા માતા અમૃતાનંદમયી હાજર રહેશે. આ બેઠકમાં સિવિલ સોસાયટી સંગઠનો અને બિન-સરકારી સંસ્થાઓ સ્વાસ્થ્ય, પર્યાવરણ, કળા અને હસ્તકલાને લગતા મુદ્દાઓ પર તેમના મંતવ્યો રજૂ કરશે. આ બેઠકમાં લગભગ 250 પ્રતિનિધિઓ અને 30 વક્તા ભાગ લેશે. પ્રતિનિધિઓને 22મી માર્ચે નાગપુરમાં પેંચ ટાઈગર રિઝર્વ અને અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની તક પણ મળશે.

    ગઈકાલે નાગપુરમાં તેમના આગમન પર, જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનું ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. C-20 ના અધ્યક્ષ અને સામાજિક અને આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયી, G-20 સભ્ય દેશોના નાગરિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ શહેરમાં ઉષ્માભર્યા સ્વાગતથી આનંદિત થયા હતા. આજે બપોરે નાગપુરમાં રેડિસન બ્લુ હોટેલમાં બે દિવસીય C-20 મીટિંગનું ઉદ્ઘાટન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply