Skip to main content
Settings Settings for Dark

જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા આજથી બે દિવસના ભારત પ્રવાસે

Live TV

X
  • બંને દેશો વચ્ચે અલગ અલગ મુદ્દા પર દ્વીપક્ષીય વાતચીત થશે

    જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા આજેથી ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી આવશે. રોકાણ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ બેઠકમાં પરસ્પર હિતના દ્વિપક્ષી અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થવાની ધારણા છે. બંને નેતાઓ જાપાનની જી-7ની અધ્યક્ષતા અને ભારતની જી-20 ની અધ્યક્ષતામાં તેઓની પ્રાથમિકતાઓ વિષે પણ ચર્ચા કરશે. જાપાનના પ્રધાનમંત્રી નવીદિલ્હીમાં 41મું સપ્રુ હાઉસ વ્યાખ્યાન પણ આપશે.

    ભારત અને જાપાનના  સંબંધો 2014માં ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં વધુ સુદૃઢ બન્યા છે, તેમાં સંરક્ષણ અને સલામતી વેપાર અન મૂડીરોકાણ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ તથા આરોગ્ય સેવા જેવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જાપાન ભારતનો પાંચમા ક્રમનો સૌથી મોટો રોકાણકર્તા દેશ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply