આજથી શરૂ થતા 5મા પોષણ પખવાડાની દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરાશે
Live TV
-
આ વર્ષની પોષણ પખવાડાની વિષય વસ્તુ – બધા માટે પોષણ: એક સ્વસ્થ ભારત સાથે રાખવામા આવી છે
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજથી શરૂ થતા 5મા પોષણ પખવાડાની દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરાશે. તેનો હેતુ જન આંદોલન અને જન ભાગીદારી દ્વારા પોષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને સ્વસ્થ આહારની આદતોને પ્રોત્સાહન આપવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8મી માર્ચ 2018ના દિવસે પોષણ અભિયાન શરૂ કર્યું હતું. આ વર્ષની પોષણ પખવાડાની વિષય વસ્તુ – બધા માટે પોષણ: એક સ્વસ્થ ભારત સાથે રાખવામા આવી છે. પોષણ પખવાડા દરમિયાન, જાગરૂકતા વધારવા અને વિકસેલી આંતર માળખાકીય સુવિધાઓ સાથે સક્ષમ આંગણવાડીઓને લોકપ્રિય બનાવાશે. કુપોષણ-મુક્ત ભારતના ઇચ્છિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તણૂકમાં ફેરફાર એ એક મહત્વપૂર્ણ ઘટક છે.
