Skip to main content
Settings Settings for Dark

G-20 સમિટના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ 'સેફ ગાર્ડિંગ ધ પ્લેનેટ' પર સંબોધન કર્યું

Live TV

X
  • જી-20 સમિટના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેફ ગાર્ડિંગ ધ પ્લેનેટ - ધ સર્ક્યુલર કાર્બન ઇકોનોમી એપ્રોચ પર સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પૃથ્વી ને બચાવવા માટે વધુ ગંભીર પ્રયાસ પર ભાર મુક્યો હતો.

    જળવાયું પરિવર્તનના મુદ્દે પણ સંબોધન

    વધુમાં તેમણે કોરોના મહામારીથી લોકો અને અર્થવ્યવસ્થાને બચાવવા સાથે મળીને કામ કરવા જણાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે માનવતાને સમૃદ્ધ કરવા માટે દરેક વ્યક્તિને સમૃદ્ધ કરવી જરૂરી છે. આ ઉપરાંત તેમણે જળવાયું પરિવર્તનના મુદ્દે પણ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે તમામ લોકોએ એકજૂથ થઈને આ મુદ્દે સજાગતા દાખવવી જરૂરી છે.

    ભારતે કરેલી ઉપલ્બિધઓ અંગે પણ ધ્યાન દોર્યું

    વધુમાં તેમણે આ દિશામાં ભારતે કરેલી ઉપલ્બિધઓ અંગે પણ ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે ભારતમાં એલઇડી લાઇટના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવ્યું જેના પરિણામે કાર્બન ડાયોકસાઇડના ઉત્પાદનને વર્ષે 38 મિલિયન જેટલું ઘટાડી શકાયું છે. તેમણે ઉજજવલા યોજના દ્વારા ધૂમાડા મુક્ત વાતાવણ કરવાની પહેલ પણ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply