Skip to main content
Settings Settings for Dark

G-7 સમિટમાં હાજરી આપવા પ્રધાનમંત્રી આજે ઇટલી જવા રવાના થશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ભારતની લોકસભા ચૂંટણી જીતીને અને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે  પ્રધાનમંત્રી 2024ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર જવા માટે તૈયાર છે. જી-7 સમિટમાં ભાગ લેવા તેઓ આજે ઇટલી જશે. 

    ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ 14 જૂન, 2024ના રોજ પુગ્લિયામાં યોજાનારી G7 આઉટરીચ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જાન્યુઆરીથી શરૂ થનારી G-7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચશે. 1 જાન્યુઆરી, 2024 ના રોજ, ઇટાલી સાતમી વખત G-7 ના પ્રમુખ બન્યા છે. 50મી જી-7 સમિટ 13-15 જૂન 2024ના રોજ ઈટાલીના અપુલિયામાં યોજાશે.

    સમિટમાં સાત સભ્ય દેશોના નેતાઓ તેમજ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિત્વ કરતા યુરોપિયન કમિશનના પ્રમુખ એક મંચ પર ભેગા થશે. અગાઉની G-7 સમિટની પરંપરા અનુસાર, ઇટાલીએ G-7 સમિટના આઉટરીચ સત્ર માટે ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ આમંત્રણ આપ્યું છે. જી-7 સમિટના આ આઉટરીચ સત્રમાં ભારતની આ 11મી અને પીએમ મોદીની 5મી ભાગીદારી હશે. ભારતે અત્યાર સુધીમાં દસ G-7 સમિટ આઉટરીચ સત્રોમાં ભાગ લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply