Skip to main content
Settings Settings for Dark

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

Live TV

X
  • ચંદ્રબાબુ નાયડુની મંત્રી પરિષદમાં 10 એવા મંત્રીઓ છે જેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે

     તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન.ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કૃષ્ણા જિલ્લાના કેસરપલ્લીમાં આયોજિત સમારોહમાં ગવર્નર સૈયદ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. સમારોહમાં TDPના 20 ધારાસભ્યો, જનસેના પાર્ટીના પવન કલ્યાણ સહિત બે ધારાસભ્યો અને ભાજપના એક ધારાસભ્યએ મંત્રી તરીકે શપથ લીધા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ, કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ અને ચિરાગ પાસવાન સહિત અનેક અગ્રણીઓએ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને ભાજપ મહાસચિવ સંગઠન બી.એલ સંતોષ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. પ્રધાનમંત્રી મોદી સહિત મંચ પર ઉપસ્થિત મંત્રીઓએ ચંદ્રબાબુને શુભેચ્છા પાઠવી હતી.

    ચંદ્રબાબુએ મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લીધા છે. ચંદ્રબાબુ નાયડુની મંત્રી પરિષદમાં 10 એવા મંત્રીઓ છે જેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. NDAએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા બાદ, ચંદ્રબાબુ નાયડુએ રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply