Skip to main content
Settings Settings for Dark

G20: દિલ્હીમાં G20 શિખર સંમેલનની તૈયારીઓ પુરજોશમાં, આવતા મહિને 9 સપ્ટેમ્બરથી યોજાશે શિખર સંમેલન

Live TV

X
  • સ્વાસ્થ્ય મંત્રાલયે કોઇપણ પ્રકારના આરોગ્યના પડકારને પહોંચી વળવા કરી ખાસ તૈયારી

    નવી દિલ્હીમાં G20 સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલની સાથે સાથે અનેક એજન્સીઓએ દિલ્હીને સુંદર બનાવવામાં લાગી ગઈ છે. કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને રાજધાનીના ઐતિહાસિક સ્મારકો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે G-20 સમિટ આવતા મહિને 9 સપ્ટેમ્બરથી યોજાશે. 

    બીજી તરફ, આરોગ્ય વિભાગે આગામી G20 સમિટ દરમિયાન જો કોઈ તબીબી કટોકટીનો આવી પડે તો તે માટે પણ  વિશેષ તૈયારીમાં લાગી છે. નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલ સારવાર અને અન્ય આરોગ્યની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં લાગ્યું છે. આ ઉપરાંત પ્રગતિ મેદાનમાં મેડિકલ ફોર્સ અને 50 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે, આ સુવિધા સમિટના સ્થળે પણ ફાળવવામાં આવશે.

    શહેરી વિકાસ મંત્રી સૌરભ ભારદ્વાજે મેયર ડો. શેલી ઓબેરોય સાથે જૂની દિલ્હીમાં થયેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. G-20 કોન્ફરન્સમાં આવનારા વિદેશી મહેમાનો દેશની ધરોહર, સંસ્કૃતિ અને ઈતિહાસની સારી યાદો સાથે પાછા ફરશે. જૂની દિલ્હીમાં મોટા પાયે વિકાસ કામો થયા છે. મિર્ઝા ગાલિબના વારસાને સાચવીને તેમની હવેલીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. દોઢ દાયકા બાદ ટાઉન હોલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply