Skip to main content
Settings Settings for Dark

G20 શિખર સંમેલન માટે નાઇઝિરીયાના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યા

Live TV

X
  • કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રીએ વ્યવસ્થાની સમીક્ષા કરી

    નવી દિલ્હીમાં યોજાનારી જી20 શિખર સંમેલનને લઇને મહેમાનોનું આગમન શરૂ થઇ ગયુ છે. પ્રતિનિધિમંડળના પ્રમુખો દિલ્હી પહોંચી રહ્યા છે. નાઇઝિરીયાના રાષ્ટ્રપતિ પણ દિલ્હી પહોંચ્યા છે. તેઓ શિખર સંમેલનમાં આવનાર પ્રતિનિધિ મંડળના પહેલા પ્રમુખ છે. પદભાર ગ્રહણ કર્યા બાદ નાઇઝિરીયાના રાષ્ટ્રપતિની આ પહેલી ભારત યાત્રા છે.

    એરપોર્ટ પર સ્વાસ્થ્ય રાજ્યમંત્રી એસ.પી સિંઘ બઘેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ બેઠક અંગે  સલામતીનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે..બીજીતરફ સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન સિવાયના તમામ મેટ્રો સ્ટેશનો જી-20 બેઠક દરમિયાન કાર્યરત રહેશે અને મુસાફરોને મેટ્રોની સેવા ઉપલબ્ધ રહેશે .

    મંગળવારે નવી દિલ્હીમાં G20 દેશોના ફાઈનાન્સ ડેપ્યુટીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક G20 લીડર્સ સમિટ પહેલા યોજાઈ હતી. પ્રતિનિધિઓએ ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ G20 ફાયનાન્સ ટ્રેક વર્કિંગ ગ્રુપ્સ 2023 ના પરિણામોને અંતિમ સ્વરૂપ આપવા પર ચર્ચા કરી. સભ્યોએ ટકાઉ અને સ્થિતિસ્થાપક વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસને સરળ બનાવવા માટે આબોહવા પગલાં સહિત, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) માટે ધિરાણ અંગેના વિચારોની ચર્ચા કરી હતી.

    પ્રતિનિધિઓએ યોગ્ય નાણાકીય નિયમો અને સામાન્ય અભિગમ દ્વારા નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની પ્રાથમિકતાઓ પર પણ મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું. બેઠકમાં યુએસએ, બ્રિટન, યુએઈ કાઉન્સિલ ઓફ ઈયુ અને સ્પેન સહિતના સભ્ય દેશોના નાણા ડેપ્યુટીઓ હાજર રહ્યા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply