Skip to main content
Settings Settings for Dark

G20 સમિટ સંપન્ન : નવેમ્બરમાં વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાશે

Live TV

X
  • પીએમ મોદીએ કહ્યું કે G20 સમિટમાં "એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય" નો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી સમગ્ર વિશ્વમાં આશાનો ફેલાવો થવો જોઈએ અને દરેકને શુભકામનાઓ સાથે તેમણે સમિટના સમાપનની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બરમાં વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં જૂથના કામની સમીક્ષા કરી શકાય. આ સાથે પીએમ મોદીએ તમામ નેતાઓને તેમાં સામેલ થવાનો આગ્રહ પણ કર્યો હતો.

    પ્રધાનમંત્રીના નિવેદન પહેલાં, બ્રાઝિલના રાષ્ટ્રપતિ, જેઓ આગામી G20 નું પ્રમુખપદ સંભાળશે, તેમણે નિવેદન આપ્યું. ભારત નવેમ્બરમાં બ્રાઝિલને G20નું પ્રમુખપદ સોંપશે. આ અગાઉ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ યજમાન પદ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક છોડ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી G20 સમિટનું ત્રીજું સત્ર શરૂ થયું.

    આ રવિવારે તમામ દેશોના રાષ્ટ્રપતિઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમની સાથે પ્રધાનમંત્રી મોદી પણ હાજર હતા. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, G20 પરિવારે રાજઘાટ પર શાંતિ, સેવા, કરુણા અને અહિંસાના પ્રતીક મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે વિવિધ રાષ્ટ્રો એક સાથે આવે છે તે મહાત્મા ગાંધીના આદર્શો તેમજ સમાવિષ્ટ અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે આપણા સામૂહિક વિઝનને દર્શાવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, રાજઘાટની શાંતિ ઘણું બધું કહી જાય છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના આદર્શો આપણને વૈશ્વિક સમુદાય તરીકે એક કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply