G20 : PM મોદીના વિશ્વના અખબારોમાં છવાયા
Live TV
-
વિશ્વના અખબારોમાં પણ જી-20ની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમાંથી ન્યૂયોર્ક ટાઈમ્સે તેના હોમપેજ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ભારત આગમનના સમાચારને સ્થાન આપ્યું છે. આટલું જ નહીં, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા G20 સંબંધિત સમાચાર પણ આવ્યા છે. અખબારે દિલ્હીમાં પીએમ મોદીના પોસ્ટર અને સુરક્ષા વ્યવસ્થા માટે લગાવેલા બેરિકેડ સહિતની ઘણી તસવીરો પણ મુકી છે.
ભારતમાં G20 સમિટના સમાચાર સમગ્ર વિશ્વના અખબારોમાં છવાયેલા છે. ભારતની રાજધાની દિલ્હીમાં શરૂ થયેલી G20 સમિટમાં દુનિયાભરના નેતાઓ પહોંચ્યા હતા. તે જ સમયે, આ સમિટના કવરેજ માટે વિશ્વભરના મીડિયા પણ ભારત પહોંચ્યા છે. આવી સ્થિતિમાં વિશ્વના અખબારોમાં જી-20ની ખૂબ ચર્ચા થઈ રહી છે. વોશિંગ્ટન પોસ્ટે પણ G20 ઈવેન્ટ પર ખાસ સમાચાર લખ્યા છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની મુલાકાતને પ્રાથમિકતા આપી છે.
પાકિસ્તાની અખબાર ડૉને G20 સાથે જોડાયેલા અન્ય સમાચારો સાથે અહીં આવતા નેતાઓ અને અહીં ન આવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાચાર પ્રકાશિત કર્યા છે. દરમિયાન, રશિયન અખબાર રશિયન ટાઈમ્સે G20 સંબંધિત નકારાત્મક પાસાઓ પ્રકાશિત કરવા બદલ પશ્ચિમી મીડિયાની ટીકા કરી છે. રશિયન ટાઈમ્સે પશ્ચિમી મીડિયા પર નિશાન સાધતા કહ્યું છે કે ભારત પ્રથમ વખત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના સંગઠન જી-20નું ભવ્ય આયોજન કરી રહ્યું છે, પરંતુ પશ્ચિમી મીડિયા આ બાબતો પર ધ્યાન આપવાને બદલે, માત્ર નેગેટિવ ન્યૂઝ ચાલી રહ્યા છે. ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ જી-20 પર ચર્ચા કરતા અમેરિકા પર નિશાન સાધ્યું છે.
