GSTમાં સામાન્ય માણસને મોટી રાહત, 88 ચીજો પર GSTમાં કરાયો ઘટાડો
Live TV
-
ટીવી,ફ્રીઝ, એસી સસ્તા , સેનેટરી પેડને કરાયા ટેક્સ ફ્રી
કેન્દ્રીય નાણા મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મળી હતી. આ બેઠક દરમિયાન કાઉન્સિલે સેનિટરી નેપકિનને GSTમાંથી બહાર કરી દીધા છે. પહેલાં સેનિટરી નેપકિન પર 12% ટેક્સ લાગતો હતો. GST કાઉન્સિલે 28% સ્લેબવાળા 30થી વધુ પ્રોડક્ટમાં પણ GST ઘટાડી દીધો છે. સાથો સાથ સ્ટોન, માર્લબ, લાકડાની બનેલી મુર્તીઓ અને રાખડી પર પણ ટેક્ષ ફ્રી કરી દેવાયા છે. તો રેફરીઝરેટર, એરકુલર, આઇસ્ક્રીમ બનાવવાના સાધનો અને પરફ્યુમ પર ટેક્ષ 28થી ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે. એક હજાર રૂપિયા સુધીના જુતા પર 5 ટકા ટેક્ષ તો ઇથેનોલ પર ટેક્ષ 18 ટકાથી ઘટાડી પાંચ ટકા કરાતા શેરડી ઉત્પાદકોને ફાયદો થશે. આયુષ્માન ભારતના પ્રીમીયર પર કોઇ પ્રકારનો જીએસટી લાગશે નહીં. આજની આ બેઠકમાં 50થી વધુ વસ્તુઓ પર ટેક્ષ ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે હાલ આ વસ્તુઓની લીસ્ટ અને તેના પર નવા દર જાહેર નથી કરાયાં. પાંચ કરોડથી ઓછુ ટનઓવર ધરાવતાં હોય તેઓએ 3 મહિને એક વાર રીટર્ન ફોર્મ ભરવું પડશે. પાંચ કરોડથી વધુ ટનઓવર ધરાવતા વેપારીઓએ દર મહિને ટેક્ષ ભરવો પડશે. જીએસટી કાઉન્સીલની આગામી બેઠક ચોથી ઓગસ્ટે મળશે.
