Skip to main content
Settings Settings for Dark

ગામ અને ખેડૂતોનો વિકાસ એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા - PM

Live TV

X
  • વડાપ્રધાને કહ્યું હતું કે અમારી સરકારે શેરડી પકવતાં ખેડૂતોને 80% લાભ દેવાનો નિર્ણય કર્યો છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે એક સપ્તાહમાં બીજી વખત ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા.શાહજહાંપુરમાં 'ખેડૂત કલ્યાણ રેલી'માં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.તેઓએ કોઈનું પણ નામ લીધા વગર રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યાં હતા. મોદીએ કહ્યું કે એક વડાપ્રધાને કહ્યું હતું કે યોજનાઓ માટે એક રૂપિયાના 85 પૈસા જ લોકો સુધી પહોંચે છે.આ કયો પંજો હતો.? આજે જે ઘડીયાળી આંસુ વહાવે છે તમારા માટે વિચારવાનો તેમની પાસે સમય ન હતો.અમારી સરકારે શેરડી પકવતાં ખેડૂતોને 80% લાભ દેવાનો નિર્ણય કર્યો છે. તેઓને માત્ર વડાપ્રધાન ખુરશી જ દેખાય છે. દેશનો ગરીબ અને જવાન નહીં. મોદીએ કહ્યું "તમને ખ્યાલ આવી ગયો કે તેઓ ખુરશી માટે દોડી રહ્યાં છે. પીએમની ખુરશી માટે તેઓને કંઈજ દેખાતું નથી. તેઓને ખેડૂત કે જવાન પણ નથી દેખાતા. મેં કંઈ ખોટું કામ કર્યું છે શું.? મારો ગુનો એ જ છે કે હું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યો છું. હું પરિવારવાદ વિરૂદ્ધ લડી રહ્યો છું. કેટલાંક પક્ષ કહે છે કે તેઓને મોદી પર વિશ્વાસ નથી. અમે તેમને સમજાવીએ છીએ કે આ ખેલ ખેલવો ઠીક નથી. જનતા સામે બાથ ભીડવી ઠીક નથી. મોદી કંઈ નથી આ તાકાત સવાસો કરોડ હિંદુસ્તાનીઓની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply