આજે નવીદિલ્હી ખાતે યોજાઈ GST કાઉન્સિલની 28મી બેઠક
Live TV
-
બેઠકમાં 30-40 ઉત્પાદો પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવાઈ શકે છે અને ટેક્સ રિટર્નને આસાન બનાવવા અંગે પણ ચર્ચા કરાશે
GST કાઉન્સિલની આજે નવીદિલ્હીમાં 28મી બેઠક ચાલી રહી છે , ત્યારે આ બેઠકમાં 30-40 ઉત્પાદો પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવાય શકે છે. જેમાં સેનેટરી નેપકિન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ પ્રોડક્ટ સામેલ છે.સેનેટરી નેપકિન અને મોટા ભાગનાં હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનો પર હાલ 12% GST છે ત્યારે નેપકિન પર ટેક્સ નાબૂદ કરવાની માગ છે. તો હેન્ડીક્રાફ્ટ પર પણ ટેક્સ ઘટાડવા કે ખતમ કરવાની માગ કરવામાં આવી રહી છે. બેઠકમાં ટેક્સ રિટર્નને આસાન બનાવવા અંગે પણ ચર્ચા થશે.ઇથેનોલ પર GST ઘટીને 12% થઈ શકે છે. GST કાઉન્સિલ 18%થી 12%ના સ્લેબમાં સામેલ કરવાની ભલામણ કરી શકે છે. ખાદ્ય મંત્રાલય 5% કરવાની માગ કરે છે. કેબિનેટે ગત મહિન શુગર ઈન્ડસ્ટ્રીની મદદ માટે 8000 કરોડના પેકેજને મંજૂરી આપી હતી.
