લોકસભામાં મોદી સરકાર વિરૂદ્ધ રજૂ થયેલી અવિશ્વાસ દરખાસ્તનો થયો રકાસ
Live TV
-
લોકસભામાં બે તૃતિયાંશ મતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની એન.ડી.એ સરકારમાં પોતાનો વિશ્વાસ જાહેર કર્યો
લોકસભામાં મોદી સરકાર વિરૂદ્ધ વિરોધ પક્ષ દ્વારા રજૂ થયેલી અવિશ્વાસ દરખાસ્તનો રકાસ થયો છે. સરકારના પક્ષમાં 325 તો વિરોધ પક્ષના પક્ષે 126 મત પડ્યા હતા.આ રીતે બે તૃતિયાંશ મતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની એન.ડી.એ સરકારમાં પોતાનો વિશ્વાસ જાહેર કર્યો હતો. વિરોધ પક્ષની અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચાનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ દરખાસ્ત લાવવા પાછળના ઈરાદા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે વિરોધ પક્ષ પાસે નથી નેતા કે નથી દિશા કે નથી સંખ્યાબળ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ દેશના ગરીબો, બેરોજગાર યુવાનો અને ખેડૂતો સાથે છે અને રહેશે. તેમણે ખેતર વિકાસના ચોકીદાર હોવાનું પણ જણાવ્યું હતું.આ ઉપરાંત અવિશ્વાસની દરખાસ્ત સમયે સમર્થન આપનાર તમામ રાજકીય પક્ષોને પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને આભાર માન્યો હતો.
